બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. ફરી એક વખત તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. રાંચીના ફિલ્મમેકર અજયે મનીષા પર 2.5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ અજયે અમીષાના બિઝનેસ પાર્ટનર કૃણાલ પર પણ આરોપ લગાવ્યો છે. જો કે આ મામલે ફિલ્મમેકરે બંને સામે એફઆઈઆર પણ નોંધાવી છે.
મળતી વિગત મુજબ, અમીષા અને કુણાલે ‘દેશી મેજિક’ નામની એક ફિલ્મ માટે પ્રોડ્યુસર અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મ વર્ષ 2013માં બનવાની શરૂ થઈ હતી. અમીષાએ ફિલ્મ પ્રોડ્યુસરને જણાવ્યું હતું કે આ ફિલ્મ 2018 સુધીમાં સમાપ્ત થઈ જશે અને ફિલ્મની રિલીઝ બાદ તે બધા પૈસા વ્યાજ સાથે પરત કરશે. જો કે ફિલ્મ રિલીઝ ના થઇ અને પૈસા પરત આપવામાં અમીષાએ ના પાડી દીધી હતી. જો કે આ આરોપો પર હાલ અમીષા તરફથી કોઇ જવાબ આવ્યો નથી.
આપને જણાવી દઇએ, થોડા સમય પહેલાં પણ અમીષા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. એક ઈવેન્ટ કંપનીએ તેની પર આરોપ લાગાવ્યો હતો કે આ એક્ટ્રેસે કાર્યક્રમમાં સામેલ થવા માટે પૈસા લીધા હતા પણ પછી તે આ કાર્યક્રમમાં આવી નહોતી.
84 , 3