US: ટેક્સાસના વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર, 20 લોકોના મોત

અમેરિકાના ટેક્સાસ શહેરના અલ પાસોના વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગના અહેવાલ સામે આવ્યા છે. આ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. સ્ટોરના સીસીટીવીમાં હુલમો કરનાર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી ચાલું છે. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આ હુમલાની નિંદા કરી છે.

ફાયરિંગ બાદ તેણે પોલીસ સામે સરન્ડર કરી દીધુ. કહેવાય છે કે પોલીસે અન્ય 3 શંકાસ્પદોની પણ અટકાયત કરી છે. એક કર્મચારીએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે પોલીસ અને સ્વાત અધિકારી વિસ્તારને ખાલી કરાવવા માટે ઓપરેશન કરી રહ્યાં છે. પોલીસે જનતાને મોલથી દૂર રહેવાની સલાહ આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટના અંગે ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયંકર ફાયરિંગ. રિપોર્ટ ખુબ ખરાબ છે. અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે પણ વાત કરી છે અને પૂરી મદદની ખાતરી આપી છે.

હુમલાખોરે સૌપ્રથમ પાર્કિગમાં ઓપન ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ હુમલાખોરે સ્ટોરમાં પ્રવેશીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘાયલ થનાર વ્યક્તિઓમાં બે બાળકો પણ છે. પોલીસના જણાવ્યા મુજબ 21 વર્ષના હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પાસે વધારે વિગતો મળવવામાં આવી રહી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી