વિદેશોમાં વસતા ગુજરાતીઓ પર હુમલા થવાનો સિલસિલો હજી પણ યથાવત છે. ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થવાના અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાના સાઉથ કોરીનામાં ગુજરાતના આંકલાવના યુવક પર કર્યો છે. હુમલાખોરે ગુજરાતી યુવક પર માથાના ભાગે ગોળી મારી ઘાતક હુમલો કર્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમેરિકાના સાઉથ કોરીનામાં આવેલા એક સ્ટોરમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણા સમયથી નોકરી કરતો. જોગાનુંજોગ ખુશ પટેલ સ્ટોરમાં એકલો હતો, ત્યારે હુમલાખોરે સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે અંદર ઘૂસી ગયો હતો.
ત્યારબાદ હુમલાખોરે ખુશ પટેલ નામના વ્યક્તિ પર લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે હુમલાખોર ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો, પરંતુ આ ઘટનામાં ખુશને માથાના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અમેરિકાના સાઉથ કોરીનામાં ગુજરાતી યુવક પર હુમલો થવાના સમાચાર સામે આવતા પરિવારમાં ભયનો માહોલ છવાયો છે. જો કે સદ્દનસીબે આ હુમલામાં યુવક ફક્ત ઇજાગ્રસ્ત થયો હતો.
જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં અમેરિકામા કેટલાક ગુજરાતી વેપારીઓની દુકાન પર લૂંટારૂઓ દ્વારા હુમલો કરી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. ભારતીયોની સુરક્ષા માટે અમેરિક સરકારે પણ ઘણી વખત નિવેદન આપ્યા છે, પરંતુ હજુ સુધી ભારતીયઓ પર હુમલાઓની ઘટના યથાવત છે.
37 , 3