અમેરિકાને હવે ફરીથી ચંદ્ર પર જવાની તાલાવેલી લાગી…

સમગ્ર દુનિયામાં સૌપ્રથમ અમેરિકાએ 1969માં ચંદ્ર પર પગ મુકીને એક નવો ઈતિહાસ સર્જ્યો હતો. અમેરિકન અંતરિક્ષ યાત્રી નિલ આર્મસ્ટ્રોગ દ્વારા પ્રથમ પગ મુકીને નવો ઈતિહાસ રચાયાના વર્ષો બાદ હવે ફરીથી અમેરિકાને જેમ બને તેમ વહેલું ચંદ્ર પર પહોંચવું છે. અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ દ્વારા નાશને તાકીદ કરવામાં આવી છે કે 2024 સુધીમાં અમેરિકાનો અંતરરિક્ષ યાત્રી ચંદ્ર પર જઈને પરત આવી શકે એવું કંઇક કરો.

અમેરિકાને આ ઉતાવળ કે તાલાવેલી એટલા માટે થઇ રહી છે કે કળા માથાના માનવીએ મંગલ પર ઉતારવાનું નક્કી કર્યું છે ત્યારે મંગલ પર જવા માટે ચંદ્રની ધરતી પર બેઝ કેમ્પ બનાવવાનું આયોજન છે. અર્થાત મંગલ પર જવા માટે માનવી પૃથ્વીથી નહીં પણ ચંદ્ર પરથી પોતાની પાંગળ યાત્રા શરુ કરે એવું આયોજન છે.

તેથી ચંદ્ર પર આ બેઝ કેમ્પ 2028 સુધીમાં નહીં પરંતુ તે પહેલા એટલે કે 2024 સુધીમાં થઇ જાય એવી ગણતરી સાથે તૈયારી કરવા અમેરિકાએ નાશાને તાકીદ કરી છે. અત્રે એ પણ જણાવી દઈએ કે ભારતે પણ ચંદ્રયાન અને મંગલયાનની તૈયારીઓ શરુ કરી છે.

 124 ,  6 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી