September 20, 2021
September 20, 2021

અમેરિકન કંપની ફોર્ડ ભારતમાં કારનું ઉત્પાદન કરશે બંધ

ગુજરાતના સાણંદ પ્લાન્ટને પણ તાળાં વાગશે

અમેરિકાની ફોર્ડ મોટર કંપની ભારતમાં કાર બનાવવાનું બંધ કરશે. કંપની દેશમાં તેના બંને પ્લાન્ટ બંધ કરશે. બે સૂત્રોએ રોયટર્સને જણાવ્યું હતું કે વાહન નિર્માતા કંપની બજારમાંથી બહાર નીકળી જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેમના જારી રાખવું લાભદાયક નથી. ભારતીય બજાર લાંબા સમયથી સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. ફોર્ડ મોટર કંપની દેશમાં કારનું ઉત્પાદન બંધ કરશે આ નિર્ણયથી 4000થી વધુ કર્મચારીઓને અસર કરશે.

અમેરિકા ઓટોમેકર દેશમાં તેની કેટલીક કારોની આયાત કરી અને વેચાણ ચાલુ રાખશે. તે હાલના ગ્રાહકોને સેવા આપવા માટે ડીલરોને સહાય પણ આપશે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ફોર્ડ ભારતમાં ઉત્પાદન બંધ કરનારી નવીનતમ કાર નિર્માતા છે.

કંપનીએ તેના ચેન્નઈ (તમિલનાડુ) અને સાણંદ (ગુજરાત) પ્લાન્ટમાં આશરે 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપની આ પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું વેચાણ બંધ કરશે.

ફોર્ડના અત્યારે ભારતમાં ફોર્ડ ફિગો, ફોર્ડ એસ્પાયર, ફ્રીસ્ટાઈલ, ઈકો સ્પોર્ટ અને એન્ડેવેઅર વેચાય છે. આ ગાડીઓના ડિલર તરફથી જે ઓર્ડર છે એ પુરા કરાશે, પછી નવા ઓર્ડર નહીં લેવાય. એ પછી ભારતમાં ફોર્ડની ગાડી વેચાશે પણ પરદેશમાંથી બનીને આવશે જેના પગલે મોંઘી પડશે.
ફોર્ડની સર્વિસ, સ્પેર પાર્ટ્સ વગેરે ચાલુ રહેશે. કંપનીએ ટ્વિટર પર અને અન્ય સ્ટેટમેન્ટ દ્વારા ખાતરી આપી છે કે આ યુનિટ બંધ થવાથી ભારતમાં જે કાર વપરાશકારો છે, તેમને મળતી સર્વિસમાં કોઈ ફરક નહીં થાય. તેમને સર્વિસ આપવી એ કંપનીની પ્રાથમિકતા હતી અને રહેશે.

 93 ,  1