કાશ્મીર મધ્યસ્થતા વિશે 10 દિવસ પછી બોલ્યા ટ્રમ્પ, જાણો શું કહ્યું…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 દિવસ પછી ફરી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા વિશે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, મધ્યસ્થતાનો નિર્ણય વડાપ્રધાન મોદીના હાથમાં છે. જો ભારત-પાકિસ્તાન ઈચ્છે તો હું આ મુદ્દે હસ્તપક્ષેપ કરીશ. મારી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ વાત થઈ છે. મને લાગે છે કે, મોદી અને ઇમરાન ખાનને એક સાથે આવવું જોઈએ.

અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે, ભારત ઈચ્છે તો હું મધ્યસ્થતા કરવા તૈયાર છું. નોંધનીય છે કે આ પહેલાં 22 જુલાઈએ ઈમરાન સાથે વોશિંગ્ટનમાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મોદીએ કાશ્મીર મામલે મધ્યસ્થતા માટે મને કહ્યું હતું. તે સમયે ભારતે ટ્રમ્પના દાવાને નકારી દીધો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી