અમેરિકી વૈજ્ઞાનિક જુલિયસ અને ઓર્ડેમને મળ્યો મેડિસીનનો નોબેલ

Nobel Prize 2021: આ શોધ માટે મળ્યું સન્માન

નોબેલ પુરસ્કાર 2021ની ઘોષણા કરી દેવામાં આવી છે. સૌથી પહેલા મેડિસન ક્ષેત્રનો નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે અમેરિકાની બે વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને ઓર્ડેમ પેટાપુટિયનને 2021ના મેડિસન ક્ષેત્રમાં સંયુક્ત રૂપથી નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ નોબલ પ્રાઈઝની જાહેરાત આજે નોબલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમેન કરી છે.

આ બે વૈજ્ઞાનિકોને શરીરમાં તાપમાન, દબાણ અને દર્દ આપનાર રિસેપ્ટરોની શોધ બદલ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં પ્રોફેસર છે જ્યારે પેટાપુટિયન અર્મેનિયાઈ મૂળના અમેરિકી નાગરિક છે અને લા જોલાના સ્ક્રિપ્સ ઈન્સ્ટિટ્યૂટમાં વૈજ્ઞાનિક છે.

ઉલ્લેખીય છે કે, ગત વર્ષે મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકો હાર્વે જે. ઓલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ. રાઈસને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યા હતા, જેમણે લિવરને નુકસાન પહોંચાડતા હેપેટાઈટીસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી આ જીવલેણ રોગનો ઈલાજ શોધવામાં મદદ મળી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી