September 19, 2021
September 19, 2021

અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકીને તાલિબાને ગૃહમંત્રી બનાવ્યો

આતંકી પર અમેરિકાએ જાહેર કર્યું છે કરોડોનું ઈનામ

અફઘાનિસ્તાનમાં કબજો કર્યા બાદ તાલિબાને તારીખે પે તારીખ કરીને આખરે પોતાની સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાનની આ સરકારમાં Tragedy પણ છે, Comedy પણ છે અને Surprise પણ છે. Surprise એ છે કે તાલિબાનની આ સરકારમાં પ્રધાનમંત્રી મુલ્લા બરાદર નહીં પરંતુ મુલ્લા હસન અખુંદ હશે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને તેમનો ડેપ્યુટી બનાવ્યો છે. અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આંતકવાદીને આંતરિક મંત્રી ગૃહમંત્રી બનાવ્યો છે.

અત્યાર સુધીમાં દુનિયાભરના મીડિયામાં મુલ્લા બરાદરનું નામ પ્રધાનમંત્રી તરીકે ચાલતું હતું. પરંતુ એવું બન્યું નહીં. Tragedy એ છે કે અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી મુલ્લા હસન અખુંદ પોતે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે એટલે કે તાલિબાને આખી દુનિયાને બતાવી દીધુ કે હવે તે ખુલ્લેઆમ બંદૂકની અણીએ આતંકીવાદીઓની સરકાર બનાવશે. અફઘાનિસ્તાનમાં આતંકીઓની જ સરકાર ચાલશે. જે દુનિયા માટે ખુબ જ ખતરનાક વાત છે.

અફઘાનિસ્તાનના આ આતંકવાદીઓને વ્હાઈટ હાઉસમાં બેસીને જો બાઈડેન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરતા જોશો અને સમગ્ર દુનિયામાં અમન શાંતિ અને વિકાસની વાતો કરતા હશે. એટલે કે અફઘાનિસ્તાનમાં એક એવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રધાનમંત્રી હશે જે બુરખા ન પહેરવા બદલ મહિલાઓને કોરડા ફટકારવાની સજા આપે છે. સિરાજુદ્દીન હક્કાની જેવા આતંકવાદી કે જે સ્યૂસાઈડ બોમ્બર્સ તૈયાર કરે છે તે ગૃહમંત્રી બનશે. દુનિયા સાથે આનાથી ભદ્દી મજાક કઈ હોઈ શકે.

તાલિબાનની આ સરકાર બનાવનારા આતંકવાદીઓના Resume જોઈને તેમના વિશે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. પ્રધાનમંત્રી બનનારા આતંકવાદીનું આખુ નામ મુલ્લા મોહમ્મદ હસન અખુંદ છે.

 24 ,  1