વાઈબ્રન્ટ ગુજરાત પર ‘ઓમિક્રોનનું ગ્રહણ’ લાગશે?

વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરવા વિપક્ષની માગ…

દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ભારત સહિત વિશ્વના દેશોમાં ખળભળાટ મચી ગયો છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને પગલે વિશ્વ એલર્ટ બન્યું છે. ભારત અને ગુજરાત સરકારે પણ આ દેશોમાંથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે અને કેટલાક કડક નિયમો પણ અમલમાં મુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટની પણ ચિંતા સતાવી રહી છે. ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વોઈબ્રન્ટ સમિટ 2019માં પણ કોરોનાના કારણે રદ્દ કરવી પડી હતી. ત્યારે આ વખતે ઓમિક્રોન વેરિયન્ટનું ગ્રહણ લાગશે કે કેમ તે પ્રશ્ન સરકાર સહિત પ્રજાના મનમાં થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરવા વિપક્ષ માગ કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જ ખબર પડશે કે વાઈબ્રન્ટ સમિટને એમિક્રોનું ગ્રહણ લાગશે કે નહીં?

તમને જણાવી દઈએ કે, વાઈબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. જેને લઈ વિપક્ષ દ્વારા વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરવાની માગ કરવામાં આવી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી