September 21, 2020
September 21, 2020

ગુજરાત સહિત દેશભરમાં આજે યોજાશે NEETની પરીક્ષા

રાજ્યના 10 જિલ્લાના 214 કેન્દ્રો પર NEETની પરીક્ષા લેવાશે

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ઇજનેરી, ફાર્મસી, મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથીના અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની NEETની પરીક્ષા આજે 13મી સપ્ટેમ્બરે યોજાશે. ગુજરાતમાં 80 હજાર 219 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે પરીક્ષા કોઇ પણ વિધ્ન વિના યોજાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વિવિધ સુચનો કરાયા છે, જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 214 કેન્દ્રો પર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટે તાકીદ કરવામાં આવી છે.

ખાસ કરીને દરેક પરીક્ષાખંડને સેનિટાઇઝ કરવા, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અને જતા પૂર્વે તેમ જ પરીક્ષા દરમિયાન સામાજિક અંતર જળવાઇ રહે, દરેક વિદ્યાર્થી અને પરીક્ષાના કર્મચારીઓ માસ્ક પહેરીને આવે તે જોવા માટે પણ સુચન કરાયુ છે. તમામ લોકોનું થર્મલ ગનથી તાપમાન માપવા માટે પણ કહેવાયુ છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે પુરતી વ્યવસ્થાનું સુચન પણ કરાયું છે.

દેશભરમાં પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કુલ પરીક્ષા કેન્દ્રો 2,546થી વધારીને 3,843 કરી દેવાયાં છે જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે થોડુ અંતર રહે. બપોરે 2થી 5 દરમિયાન યોજાનારી નીટ માટે પરીક્ષાના 3 કલાક પહેલાં પ્રવેશ અપાશે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર