ભાજપે દક્ષિણ બેંગલુરુની બેઠક પરથી 28 વર્ષના આ યુવાને આપી ટિકિટ…

લોકસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે પોતાના કર્ણાટક યુવા મોર્ચના મહાસચિવ તેજસ્વી સૂર્યાને પ્રતિષ્ઠિત બેંગલુરુ દક્ષિણ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર ખૂબ લાંબી ચર્ચા વિચારણા અને ડ્રામા બાદ તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. એવી પણ ચર્ચા ચાલી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત કર્ણાટકની દક્ષિણ બેંગલુરુ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.

જો કે મોડી રાત સુધી ચાલેલી મીટીંગ બાદ પાર્ટી તરફથી આ બેઠક માટે તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક માટે તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. બીજેપીએ તેના પર વિશ્વાસ મૂક્યો તેનો ઉત્સાહ તેજસ્વી સુર્યાએ કરેલા ટ્વિટ પરથી જોઈ શકાય છે.

તેજસ્વી સુર્યાએ ટ્વિટ કરતા લખ્યું કે, “OMG OMG! મને વિશ્વાસ નથી થઈ રહ્યો. દક્ષિણ બેંગલુરુ જેવી પ્રતિષ્ઠિત બેઠક પર જીત માટે દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાને 28 વર્ષના એક છોકરા પર વિશ્વાસ મૂક્યો છે…આવું ખરેખર બીજેપીમાં જ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ બેંગલુરુ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનંત કુમાર ચૂંટાઈ આવ્યા હતા, ગત વર્ષે તેમનું નિધન થયું હતું. 1999માં અનંત કુમારે કોંગ્રેસના બીકે હરીપ્રસાદને હાર આપી હતી અને ત્યારબાદ તેઓ અહીંથી સતત ચૂંટાયા હતા.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી