સેલિબ્રિટીઓના વિરોધ વચ્ચે અમેરિકાએ મોદી સરકારના કૃષિ કાયદાને આપ્યો ટેકો

ભારતીય બજારોની ક્ષમતામાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રના રોકાણને પણ આકર્ષિત કરશે : અમેરિકા

દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જો કે હજુ સુધી તેનું નિવારણ આવ્યું નથી ત્યારે તેવામાં અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું હતું કે, આ એક એવુ પગલું છે કે જેનું તે સ્વાગત કરે છે જેનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોની ક્ષમતામાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રના રોકાણને પણ આકર્ષિત કરશે. જોકે અમેરિકાને કૃષિ કાયદાને લઈને શાંતિપૂર્ણ વિરોધને એક સંપન્ન લોકશાહીની એક નિશાની પણ ગણાવી છે.

વિદેશ વિભાગના એક પ્રવક્તાએ સંકેત આપ્યા હતાં કે, નવી ચૂંટાયેલી બાઈડેન સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે ભારત સરકારના પગલાનું સમર્થન કરે છે જે ખેડૂતો માટે ખાનગી રોકાણ અને બજારના વિસ્તારને આકર્ષિત કરે છે.

ભારતમાં કૃષિ કાયદામાં કરવામાં આવેલા સંશોધન બાદથી ખેડૂતો છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી આંદોલન કરી રહ્યાં છે. ભારતના કેટલાક ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય બની ગયો છે. આ મામલે અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, સામાન્ય રીતે અમેરિકા આ પ્રકારના પગલાનું સ્વગાત કરે છે જે ભારતીય બજારોમાં સુધારો કરશે અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરશે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર