તલાકની ચર્ચા વચ્ચે પ્રિયંકાએ નિકને ‘બાળક’ ગણાવ્યો…

નિક જોનસને ‘બાળક’ કહીને ‘હોટ’ પ્રિયંકાએ લૂટી મહેફિલ

હોલીવૂડ સ્ટાર નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના ડિવોર્સના સમાચાર વચ્ચે જોનાસ ફેમિલી એક રિયાલીટી શોમાં દેખાયું હતું. જેમાં તેણે નીકને બાળક ગણાવી દીધો હતો. આ શોમાં અભિનેત્રી તેના પતિ નિક જોનાસ અને તેના પરિવારની મજાક ઉડાવતી જોવા મળી હતી. અભિનેત્રીએ નિક જોનાસને બાળક પણ કહ્યો, જે પછી પ્રિયંકાના પતિનો ચહેરો લાલ થઈ ગયો.

પ્રિયંકા ચોપરાએ આ શોમાં કહ્યું હતું કે, ‘હું અન્ય કોઈ બાળકની સંભાળ રાખવા માંગતી નથી, મારો મતલબ કે હું કોઈ બીજા સાથે લગ્ન કરવા માંગતી નથી.’ પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘નિક જોનાસ અને મારી વચ્ચે 10 વર્ષનો તફાવત છે. હું તેને 90ના દાયકાના પોપ કલ્ચરને લગતી બાબતો કહું છું અને તે મને ટિક ટોક કેવી રીતે ચલાવવું તે શીખવે છે.

પ્રિયંકા ચોપરા સક્સેસફૂલ કરિયર વિશે વાતો કરે છે
પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘મેં નિક જોનાસને શીખવ્યું છે કે સફળ કરિયર કોને કહેવાય.’ જ્યાં સુધી બંનેના છૂટાછેડાની વાત છે તો પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘હવે અમે લગ્ન કરી લીધા છે ત્યારે લોકો અમારા લગ્ન પર સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે.

પ્રિયંકાએ કહ્યું આ કોઇ પબ્લિસિટી સ્ટંટ નથી કારણકે હું તો નિક જોનાસને ઓળખતી પણ નહોતી. મને તો એટલું ખબર હતી કે તે કેવિન જોનાસનો નાનો ભાઇ છે. તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસોથી સતત હેડલાઈન્સમાં છે. તેણે પોતાના નામમાંથી જોનાસ શબ્દ હટાવી દીધો છે, ત્યારબાદ તેના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા છે.

 68 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી