ભાજપના આંદોલનની વચ્ચે મમતાદીદી આજે શપથગ્રહણ કરી હેટ્રીક નોંધાવશે..

કાર્યકરોની હત્યાના વિરોધમાં ભાજપ દ્વારા આજે ધરણાં-પ્રદર્શન.

પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 284માંથી 216 બેઠકો સાથે ભારે બહુમતિ મેળવનાર ટીએમસીના સુપ્રિમો અને દીદીના હુલામણાં નામે પ્રસિધ્ધ એવા સ્વભાવે લડાયક મિજાજના મમતા બેનર્જી આજે બુધવારના રોજ સવારે 10:45 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમનું મંત્રીમંડળ 6 અથવા 7મેના રોજ શપથ લેશે. શપથ સમારોહમાં જાણીતા પૂર્વ ક્કિકેટર અને BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષને પણ ટીએમસી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપે શપથગ્રહણના દિવસે જ બંગાળ સહિત અન્યત્ર વિરોધપ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપે દાવો કર્યો છે કે પરિણમા બાદ બંગાળમાં તેના 6 કાર્યકરોની ટીએમસી દ્વારા હત્યા કરવામાં આવી છે.

મમતાદીદી રાજભવનના ટાઉન હોલમાં શપથ ગ્રહણ કરશે. ત્યારપછી મમતા બેનર્જી રાજ્ય સચિવાલય જશે. આ કાર્યક્રમમાં પ્રશાંત કિશોર સહિત અન્ય પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ભાગ લેશે. એની સાથે પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વામ મોર્ચાથી વિમાન બોસને પણ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું છે.

જો કે મમતા પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM બનવા જઈ રહ્યા છે., 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી પેટાચૂંટણી લડવી પડશે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

બંગાળના રાજકીય ઇતિહાસ પર નજર નાંખીએ તો, સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગતા મતદારોએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું. 2011માં દીદીએ તેમને પરાસ્ત કર્યા હતા.

 35 ,  1