Budget Session : ખેડૂત આંદોલન વચ્ચે સંસદમાં આજે થઈ શકે છે હંગામો

વિપક્ષ કૃષિ કાયદાઓ અને બજેટ અંગે હંગામો કરશે

આજે સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે. આ સમય દરમિયાન, વિપક્ષ કૃષિ કાયદાઓ અને બજેટ અંગે હંગામો કરી શકે છે. રાજ્યસભામાં ત્રણ સાંસદોએ કૃષિ કાયદા વિરુદ્ધ કામ મુલતવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાંસદો રાજ્યસભાના વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર હૂડા અને આરજેડીના સાંસદ મનોજ ઝા છે.

રાજ્યસભામાં આજે ગૃહમાં અલગ સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવશે, પરંતુ મુલતવી પ્રસ્તાવના કારણે હંગામો થઈ શકે છે. રાજ્યસભાના ત્રણેય સાંસદોએ નિયમ 267 હેઠળ કામગીરી મુલતવી રાખવાની દરખાસ્ત આપી છે. 29 મી જાન્યુઆરીથી શરૂ થયેલ સંસદનું બજેટ સત્ર ખેડૂત આંદોલનના મુદ્દે હોબાળો મચાવશે. વિરોધ પક્ષ સરકારને ઘેરી લેવાની કોઈ તક છોડવા માંગતો નથી.

સોમવારે બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રી ખેડૂતોને લઇ એક વાત બોલ્યા હતા. જેને લઈ હંગામો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોને સમર્પિત છે. આ શબ્દો બોલતાં જ સંસદમાં હંગામો થયો હતો. તેમણે કહ્યુ, સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કામ કરી રહી છે.  ખેડૂતોના ખાતામાં સબ્સિડીની રકમ સીધી જમા કરી છે. મોદી સરકારે દરેક સેક્ટરમાં ખેડૂતોની મદદ કરી છે.

બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોના ખેડૂતો સાથે વાતચીત કરવાનો વિશ્વાસ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે ખેડુતો અને સરકાર વચ્ચેનો મુદ્દો માત્ર વાતચીત દ્વારા જ હલ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે હું માત્ર એક ફોન કોલથી દૂર છું. સરકારની દરખાસ્ત હજી પણ તે જ છે.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર