September 23, 2021
September 23, 2021

રાંચી કોર્ટેનો ફરમાન: અમિષા પટેલ હાજર હો..

બોલિવૂડ ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર અજય કુમાર સિંહે એક્ટ્રેસ અમિષા પટેલ પર છેતરપીંડીનો આરોપ મૂક્યો હતો. હવે, રાંચી કોર્ટે એક્ટ્રેસને સમન્સ મોકલ્યું છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોર્ટે અમિષાને 8 જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપ્યું છે.

ફિલ્મ પ્રોડ્યૂસર અજય કુમાર સિંહે કહ્યું હતું કે અમિષાએ તેમની પાસેથી ફિલ્મ ‘દેસી મેજિક’ બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા લીધા હતાં. ફિલ્મ જ્યારે બની નહીં ત્યારે પ્રોડ્યૂસરે પૈસા પરત માગ્યા હતાં. અમિષાએ ત્રણ કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો પરંતુ આ ચેક બાઉન્સ થયો હતો. જેને લઈને અજય કુમારે અમિષા પર રાંચીની કોર્ટમાં છેતરપીંડીનો કેસ કર્યો છે.

અજય કુમારે કહ્યું હતું કે કેસ કર્યાં બાદથી અત્યાર સુધી અમિષા સાથે અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે એક વાર પણ જવાબ આપ્યો નથી. હવે કોર્ટે સમન્સ મોકલ્યું છે અને 8 જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. અજયના મતે, અમિષા પટેલના આ પ્રકારના વર્તનને કારણે તેમણે 17 જૂનના રોજ કોર્ટમાં વોરંટ ઈશ્યૂ કરવાની અપીલ કરી હતી પરંતુ જજે પોલીસને પહેલાં સમન્સ મોકલવાની સલાહ આપી હતી.

 20 ,  1