September 18, 2021
September 18, 2021

અમિત ચાવડાએ કહ્યું – લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ..

નવા CM ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવી ભાજપા પર કર્યા પ્રહાર

ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના ખાસ છે. 

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે. વિકાસની રાજનીતિ નિષ્ફળ જતા ભાજપે એક જાતિવાદી રાજનીતિ કરવા માટે ચહેરો બદલ્યો છે. ભાજપ ચહેરા બદલીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભૂપેંદ્ર પટેલની મુખ્યમંત્રીના પદ પર પસંદગી થતા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું  લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે. 

પટેલ 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા. આ પહેલા તેઓ 2010 થી 2015 સુધી ગુજરાતની સૌથી મોટી શહેરી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલ વિધાનસભા ચૂંટણી લડતા પહેલા સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા અને અમદાવાદ જિલ્લાની મેમનગર પાલિકાના સભ્ય હતા અને બે વખત તેના પ્રમુખ બન્યા હતા. તેઓ પાટીદાર સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટે સમર્પિત સંસ્થા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે.

 47 ,  1