‘ગોંડલ ગુંડાનું ગામ’ કહેવું અમિત ચાવડાને પડયુ ભારે, ચારેય તરફ વિરોધ

વિધાનસભા ગૃહમાં વિપક્ષી નેતાએ ગોંડલની ઓળખ વિવાદિતરૂપ પ્રચલિત કરતા સ્થાનિકોએ અમિત ચાવડાનું કર્યું પૂતળા દહન

વિધાનસભામાં બે દિવસ પહેલા વિપક્ષી નેતા અમિત ચાવડા એ ગોંડલ ની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપતા તેના ઘેરા પ્રત્યાઘાતો ગોંડલ પંથકમાં પડ્યા હતા ભાજપી આગેવાનો દ્વારા કોલેજ ચોક ખાતે અમિત ચાવડાનું પૂતળા દહન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું કે ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીની ભુમી છે, સંતો મહંતો અહીં બિરાજમાન છે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનના કારણે ગોંડલમાં શાંતિ છે, અમિતભાઈ ચાવડાએ ગોંડલ શહેર પંથકની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે, ત્રણ દાયકા પહેલા રાજ્યમાં કોનુ શાસન હતું, ગોંડલ પર ક્યાં રાજકારણીઓના હાથ હતા તે તેઓએ જાણીને શબ્દ પ્રયોગો કરવા જોઈએ તેમના પાયાવિહોણા નિવેદન ના વિરોધમાં આજે કોલેજ ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું છે આ તકે નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ રાજ્યગુરુ પાલિકાના સદસ્યોને સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

 36 ,  1