September 19, 2020
September 19, 2020

હાલ અમિત શાહની તબિયત સ્થિર, AIIMSએ જારી કરી પ્રેસ નોટ

શ્વાસ લેવામાં તકલીફ થતાં ગૃહમંત્રી અમિત શાહને મોડી રાતે AIIMSમાં કરાયા હતા દાખલ

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા. રાહતની વાત એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. 

 AIIMSના સૂત્રો મુજબ, અમિત શાહને સોમવાર-મંગળવારની રાત્રે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના નિદેશક રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ ગૃહ મંત્રીના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે. નોંધનીય છે કે, અમિત શાહ થોડા દિવસ પહેલા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રી આ પહેલા હોમ આઇસોલેશનમાં હતા અને પછી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા.

AIIMS મીડિયા અને પ્રોટોકોલ ડિવિઝનના ચેરપર્સન ડૉક્ટર પ્રોફેસર આરતી વિજે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, ગત 3-4 દિવસથી અમિત શાહને દર્દ અને થાકની ફરિયાદ હતી. તેઓ કોવિડ-19ની તપાસમાં નેગેટિવ હોવાનું સામે આવ્યું હતું. તેમને AIIMSના પોસ્ટ કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઠીક છે અને હૉસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે.

 313 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર