ચ્રકવાત “વાયુ”: અમિત શાહે કરી ઉચ્ચસ્તરીય બેઠક, આ મામલે કરી વિશેષ ચર્ચા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ ચક્રવાત વાયુ પર કેન્દ્રિય મંત્રાલયો અને હવામાન વિભાગ સાથે ઉચ્ચ-સ્તરની બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી છે કે આ સંભવિત તોફાનથી નાગરિકોને નુકસાન પહોંચે નહીં. 24-કલાકનો અધિકારી કન્ટ્રોલ રૂમ દ્વારા સાયક્લોનિક તોફાનનું નિરીક્ષણ કરશે.

ગૃહમંત્રીએ દ્વારા કંટ્રોલ રુમ દ્વારા ચોવીસે કલાક વાવાઝોડાં પર નજર રાખવા માટે પણ સૂચના આપી છે. આ ઉપરાંત, કોસ્ટગાર્ડ, નેવી, આર્મી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રહેવા અને સર્વેલન્સ એરક્રાફઅટ તેમજ હેલિકોપ્ટર્સ દ્વારા એરિયલ સર્વેલન્સ કરવા માટે જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ચક્રવાત વાયું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સમયે તોફાનનું નામ ભારત દ્વારા રાખવામાં આવે છે. 12 અને 13 જૂન વચ્ચે તે સૌરાષ્ટ્ર દરિયાકિનારા પર આવી શકે છે.

ગુજરાત સરકાર આ મામલે કેન્દ્ર સાથે પણ સંપર્કમાં છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 2600થી વધુ બોટોને અત્યારસુધી પરત બોલાવી લેવામાં આવી છે. વાયુની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પર થવાની હોવાથી તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્રને સાબદુ કરી દેવાયું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી