પાકિસ્તાન પર ભારતની જીત અન્ય એક ‘બલ્લાસ્ટ્રાઇક’

વર્લ્ડ કપ 2019માં રવિવારના રોજ યોજાયેલ મેચમાં પાકિસ્તાન પર ભારતની જીત પર ફૈન્સની સાથો સાથ ભારતીય નેતાઓએ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ અને મોદી સરકારમાં ગૃહમંત્રી અમિત શાહએ તેમના અંદાજમાં ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ભારતીય ટીમે પાકિસ્તાન પર અન્ય એક સ્ટ્રાઇક કરી અને પરિણામ એ જ આવ્યું જે નક્કી હતું. શાનદાર પ્રદર્શન માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ. દરેક ભારતીયો આ જીત પર ગર્વ કરી રહ્યાં છે અને તેમની જીતને સેલિબ્રેટ કરી રહ્યાં છે.

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે, વાહ… શું રમ્યો રોહિત શર્મા આજે. વિરાટ કોહલી પણ પાછળ રહ્યો નહીં અને બોલરોએ તો જીતમાં ચાર ચાંદ લગાડી દીધા. ટીમ ઇન્ડિયાને આ જીતની શુભેચ્છાઓ. આ તો એક પડાવ હતો, લક્ષ્યએ પહોંચવાનું હજું બાકી છે. ધ્યેય આ રીતે જ અકબંધ રાખો, ભારતવાસીઓની દુવાઓ તમારી સાથે છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ઇન્ડિયન ટીમને શુભકામનાઓ પાઠવી, ‘ક્રિકેટ વર્લ્ડ કપ 209મા પાકિસ્તાનની સામે મેચ જીતવા પર ટીમ ઇન્ડિયાને અભિનંદન’. ભારતીય ટીમ આ જીત માટે ખૂબ શાનદાર મેચ રમ્યું. અમને બધાને ટીમ પર ગર્વ છે.

નિતિન ગડકરી એ જીત પર ખુશી વ્યકત કરતાં ટ્વિટર પર લખ્યું, ખૂબ જ સરસ મેચ રમ્યું ટીમ ઇન્ડિયા. આ શાનદાર જીત માટે અભિનંદન. જય હિંદ! #teamblue #indvspak #CWC19′

પિયૂય ગોયલ, કિરણ રિજિજૂ, કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ, રાજ્યવર્ધન સિંહ રાઠોર, સચિન પાયલટ, દેવેન્દ્ર ફડણવીસ, અશોક ગેહલોતે પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરૂદ્ધ પોતાના અજેય ક્રમને યથાવત રાખવા માટે ભારતીય ટીમને હાર્દિક અભિનંદન અને આગામી મેચો માટે શુભકામનાઓ પાઠવી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી