શક્તિ પ્રદર્શન બાદ ગાંધીનગરની પ્રતિષ્ઠિત બેઠક પરથી અમિત શાહે નોંધાવી ઉમેદવારી

17મી લોકસભાની ચૂંટણીઓ માટે કેન્દ્રમાં સત્તા પક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની 26 બેઠકો પૈકીની એક એવી ગાંધીનગર બેઠક પરથી આજે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં બપોરે વિજય મહુર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે કોંગ્રેસ કે અન્ય પક્ષ માંથી કોણ ઉમેદવારી નોંધાવશે એ ટૂંક સમયમાં જાહેર થશે પરંતુ એટલું ચોક્કસ છે કે અમિત શાહ 5 લાખ કરતા વધુ મતોની સરસાઈથી જીતે એવી રણનીતિ ભાજપે બનાવી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગઈ કાલે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે વિમાની મથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવા જ ભવ્યતી ભવ્ય અને ઢોલ નગાર સાથે તેમણે અમદાવાદમાં નારણપુરા, ધાતાલોડીયા વિસ્તારમાં મેળા ઇવેન્ટ સમાન રોડ શો યોજીને ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓ આરંભી હતી. કેન્દ્રમાંથી રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત સાથી પક્ષોના નેતાઓ પણ આ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા. એક રીતે કહીએ તો જેમ નરેન્દ્ર મોદી મેગા ઇવેન્ટ સાથે ઉમેદવારી નોંધવા જાય તેમ અમિત શાહે પણ ઝાકમ ઝોળ કાર્યક્રમ યોજીને ગાંધીનગર કલેકટર કચેરીમાં જઈને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ એક જ તબ્બકામાં 26 બેઠકો માટે મતદાન યોજવાનું છે. ગાંધીનગર બેઠકની વાત કરીએ તો 11 લાખ મતદારો છે. ભાજપ માંથી આ બેઠક પર સિનીયર નેતા એલ.કે અડવાણી સતત 6 વખત જીત્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ મળી નથી. અને અડવાણીની બેઠક પરથી તેમના જ રાજકીય શિષ્ય એવા અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે. 2014માં અડવાણી 4.73 લાખ જેટલા મતોની સરસાઈથી જીત્યા હતા.

કેન્દ્રના મંત્રી પ્રકાસ જાવડેકરે એમ કહ્યું હતું કે, અડવાણીની જીત પાછળ અમિત શાહનું બુથ મેનેજમેન્ટ કારણભૂત હતું. અન્ય રીતે કહીએ તો અડવાણી અમિત શાહની રણનીતિને કારણે જીતતા હતા. હવે જ્યારે રણનીતિ કર પોતે જ એ બેઠક પરથી ઉમેદવાર તરીકે આવ્યા છે ત્યારે તેમણે અડવાણી કરતા વધુ મતોની સરસાઈથી જીતવું પડે તો જ એમ સાબિત થાય કે અડવાણી અમિત શાહને કારણે જીતતા હતા. અને અમિત શાહે 5 લાખ મતોની સરસાઈ મેળવવી પડે.

 130 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી