Video : અમિત શાહે મંચ પરથી હટાવ્યો બુલેટ પ્રૂફ કાચ, કહ્યું – મૈં પાક. સે નહીં, આપસે બાત કરૂંગા..

 ‘હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું..’

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રીજા દિવસે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. આજે તેઓ શ્રીનગરમાં પહોંચ્યા છે. અહીં તેમને એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પહેલા શાહે જમ્મુ કાશ્મીરમાં ભાજપા સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી વિકાસ પરિયોજના વિશે વાતચીત કરી હતી. અમિત શાહે ઉમેર્યું હતું કે ઘાટી આગામી આવનારા દિવસોમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટે મદદરૂપ થશે.

તેમના સંબોધન દરમિયાન તેમણે સ્ટેજ પરથી બુલેટ પ્રૂફ ગ્લાસ શિલ્ડ હટાવી દીધું. શાહે ઉંમેર્યું હતું કે “મને ખૂબ ટોણા મારવામાં આવી રહ્યા છે.  મારા વિશે ઘણું બોલવામાં આવ્યું હતું. ખૂબ જ કડક શબ્દોમાં બોલવામાં આવ્યું હતું. પણ હું આજે તમારી સાથે ખુલ્લેઆમ વાત કરવા માંગુ છું. જેથી હું આજે બુલેટ પ્રૂફ શીલ્ડ વગર તમારી સાથે વાત કરી રહ્યો છું.”

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા વિશે બોલતા અમિત શાહે કહ્યું, “મેં અખબારમાં વાંચ્યું. ફારુક સાહેબે મને સલાહ આપી છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈ. ફારુક સાહેબ સીનિયર વ્યક્તિ છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ  હું ફારુક સાહેબને કહેવા માંગુ છું કે જો હું વાત કરીશ તો હું ઘાટીના લોકો સાથે વાત કરીશ. હું ઘાટીના યુવાનો સાથે વાત કરીશ. હું તમારી સાથે કેમ વાત ન કરું? અમે ઇચ્છીએ છીએ કે અમે તમારી સાથે વાત કરીએ. હું ઘાટીના યુવાનો સાથે મિત્રતા કેળવવા માંગુ છું. હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માંગુ છું. “

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી