અમિત શાહઃ ગુનાખોરોની માનસિકતા સમજવા માટે નવો બ્યૂરો બનાવવા અંગે વિચાર

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા અને પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે દેશભરની પોલીસવ્યવસ્થામાં સુધારો કરવાના સંકેત આપ્યા છે. બુધવારે પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરોનાં સ્થાપના દિવસ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે એક પોલીસ-ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે. દરેક રાજ્યમાં તેની સાથે જોડાયેલી કોલેજ પણ હશે. ટૂંક સમયમાં જ ડ્રાફ્ટને કેબિનેટ સામે મૂકવામાં આવશે.

શાહે કહ્યું કે, હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી. પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની જરૂર છે. ગુના અને ગુનાખોરોને પ્રવૃતિ વાળા લોકો કરતા પોલીસે ચાર ડગલા આગળ રહેવું પડશે. તેના માટે વડાપ્રધાન મોદીને અપરાધિક માનસિકતા અને અપરાધની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે નેશનલ મોડલ ઓપરેન્ડી બ્યૂરોની સ્થાપના પર વિચાર કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, આઈપીસી અને સીઆરપીસીમાં સંશોધન થવું જોઈએ. બન્ને માટે એક સૂચન પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. જેના માટે દેશભરના લોકો પાસેથી સૂચનો મંગાવવા જોઈએ.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી