આજે અમિત શાહનું શક્તિ પ્રદર્શન, ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ

લોકસભાની બેઠક પર ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે. અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિતશાહ ઉમેદવારીપત્ર ભરવા પહોંચશે. સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કરશે. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શો દરમિયાન અમિત શાહ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. પ્રકાશસિંઘ બાદલ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ શાહના નામાંકન સમયે હાજર રહેશે.

રોડ શોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જેમાં 1100 થી વધુ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો રહેશે. પોલીસ બંદોબસ્ત મા 01 આઈજી,03 ડીસીપી,07 એસીપી,19 પીઆઇ ,120 પીએસઆઈ,1100 પોલીસ કર્મચારીઆ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ , અમદાવાદ એસઓજી , અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પન રહેશે કડક સુરક્ષા આપશે જેથી કરી ને કોઈપણ પ્રકારનો અટકચાળો કે અગમ્ય પરિસ્થિતિનું નિર્માણ ના થાય.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર શુક્રવારે રાતે અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ.

ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી