UP મિશન પર અમિત શાહ : યોગીના નેતૃત્વમાં 300 પાર સીટો જીતીશું

હું દૂરબીન લઈને જોઉં તો પણ બાહુબલી નથી દેખાતા: અમિત શાહ

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે સત્તા પક્ષ સહિત તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીનું બ્યુગલ ફૂંકી રહ્યા છે. આ દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મેરા પરિવાર ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનને લીલી ઝંડી આપી હતી.

યુપીમાં 2022ની ચૂંટણીમાં ભાજપનો ચહેરો કોણ હશે? ચૂંટણી પછી યોગી આદિત્યનાથ બનશે મુખ્યમંત્રી? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. લખનૌમાં પોતાની રેલીમાં શાહે સ્પષ્ટ કહ્યું કે જો 2024માં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવું હોય તો યોગી આદિત્યનાથને સીએમ બનાવો. આ જાહેરાત સાથે અમિત શાહે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. અમિત શાહે કહ્યું કે યોગીએ 90 ટકા વચનો પૂરા કર્યા છે. ગુના પર કડકાઈનું પરિણામ એ છે કે આજે બાહુબલી યુપીમાં જોવા નથી મળી રહ્યો.

ભાજપની તમામ ઉપલબ્ધિઓ ગણવાની સાથે અમિત શાહે કેન્દ્રમાં 2024 અને ઉત્તર પ્રદેશમાં 2022નો રોડ મેપ નક્કી કર્યો છે. શાહે સ્પષ્ટ કહ્યું કે જો કેન્દ્રમાં 2024માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવા છે તો 2022માં ફરી એકવાર યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પડશે. નરેન્દ્ર મોદીને ફરી એકવાર તક આપો. અમિત શાહે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં લોક સંકલ્પના તમામ વચનો પૂરા કર્યા છે, પરંતુ હવે પાંચ વર્ષ વધુ તકની જરૂર છે જેથી કરીને ઉત્તર પ્રદેશને દેશમાં દરેક જગ્યાએ નંબર વન પર લાવવામાં આવે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી