અમિત શાહ કચ્છ પહોંચ્યા, ધોરડો ખાતે વિકાસ કાર્યોનું કર્યું ખાતમૂહર્ત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા, સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની પ્રવાસે છે. ત્યારે આજે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેશે. સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે.

સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧૫૮ ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.

આ સાથે બોર્ડર એરિયા ડેવલપમેંટ પ્રોગ્રામ, બીએડીપીયોજના હેઠળ હાથ ધરનાર પ્રોજેક્ટો અંતર્ગત પણ ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા સરકારની અને 40 ટકા રાજ્ય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેંદ્રશાસિત પ્રદેશમાં 111 સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર