September 21, 2020
September 21, 2020

ગૃહમંત્રી અમિત શાહ થયા સંપૂર્ણ સ્વસ્થ, AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ

18 ઓગસ્ટના રોજ હળવા તાવની ફરિયાદ બાદ ફરી દિલ્હી એમ્સમાં થયા હતા ભરતી

ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીની AIIMSમાંથી આજે રજા આપવામાં આવી છે. અમિત શાહ કોરોના સંક્રમણથી ઠીક થયા બાદ 18 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતાં. આજે સવારે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા છે. આ અગાઉ શનિવારે એમ્સ પ્રશાસને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ હવે બિલકુલ સાજા થઈ ગયા છે. જલદી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

2 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

ત્યારબાદ ડોક્ટરોની સલાહ પર હોમ આઈસોલેશનમાં ગયા હતાં. પરંતુ કોરોના સંક્રમણથી મુક્ત થયા પછી થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ ફરીથી 18 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ થયા હતાં. ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલથી જ મંત્રાલયનું કામકાજ કરતા હતાં.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર