અમિત શાહે કહ્યું- કોરોનાનું સંક્રમણ હવે ઘટશે

શાહના હસ્તે વૈષ્ણોદેવી ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શાહ બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ 1 ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લે એવી અપીલ છે. કારણ કે 2 ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.

અમિત શાહ અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા પહોચ્યા છે.

 47 ,  1