સામ પિત્રોડાના નિવેદન પર બોલ્યા શાહ, કહ્યું- ‘રાહુલ ગાંધી જનતા અને જવાનો પાસે માફી માંગે’

ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો. ભાજપે ફરી એકવાર કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન બદલ દેશની જનતા, શહીદોના પરિવારો અને જવાનોની માફી માંગવી જોઈએ. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ શરૂ કરી દે છે.

શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર માને છે કે નહી અને તે પણ કહેવુ જોઈએ કે આતંકવાદનો સામનો કરવા માટે તેમની નીતિ શું છે? વધુમાં શાહે કોંગ્રેસને ઘેરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નિવેદનથી શહીદોનુ અપમાન થયુ છે અને દેશને બરબાદ કરવામાં લાગેલા લોકોનુ મનોબળ વધ્યુ છે.

 25 ,  3