સીએમ મમતા બેનર્જીના ભત્રીજાએ બદનક્ષીનો કેસ કર્યો
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની પડઘમ સંભળાઇ રહ્યા છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની સામે બંગાળમાં એમપી એમએલએ અદાલતમાં બદનક્ષીનો કેસ નોંધાયો છે. બંગાળના મૃખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી અમિત શાહ સામે કેસ નોંધાયો છે.
બંગાળમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાવવાની છે. ભાજપે પોતાની તમામ તાકાત લગાવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીએમના ભત્રીજા અભિષેકને નિશાન બનાવી તેમની સામે કરેલા આરોપોને લઇને અભિષેકે અમિત શાહની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કોર્ટ દ્વારા અમિત શાહને સમન્સ મોકલીને 22 ફેબ્રુઆરી સુધીમાં તેમણી સમક્ષ રૂબરૂ અથવા વકીલ દ્વારા હાજર રહેવા જણાવ્યું છે. તેમની સામે આપીસીની કલમ 500 હેઠળ બદનક્ષીનો કેસ દાખલ થયો છે. જેમા જણાવાયું છે કે, 11 ઓગસ્ટ 2018ના રોજ અમિત શાહે કોલકાતાની એક રેલીમાં અભિષેકની સામે બદનક્ષી થાય તેવા આરાપો કર્યા હતા. જો કે અમિત શાહ સામેની આ ફરિયાદને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.
38 , 1