અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રસ પર સાધ્યું નિશાન, CM રૂપાણી પણ ભડક્યા

અમિત શાહે લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો

રિપબ્લિક ટીવીના ચીફ એડીટેર અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું, કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ એકવાર ફરી લોકશાહીને શર્મસાર કરી છે. અર્નબ ગોસ્વામીની ધરપકડને અમિત શાહે લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો છે.

અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા થકી મુંબઈ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરી છે અને સાથે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી લખ્યું કે,‘કોંગ્રેસ અને તેની સાથી પાર્ટીઓએ એકવાર ફરી લોકશાહીને શર્મસાર કરી છે. રિપબ્લિક ટીવી અને અર્નબ ગોસ્વામી વિરુદ્ધ રાજ્યની સત્તાનો દુરુપયોગ વ્યક્તિગત આઝાદી અને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો છે. આ કટોકટીની યાદ અપાવે છે. સ્વતંત્ર પ્રેસ પર આ હુમલાનો વિરોધ થયો જોઈએ.’

‘મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવી’ : CM રૂપાણી

રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસને મોકલીને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસીને અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે, તે નિંદનીય છે. મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવી છે, તાનાશાહીનું પાલન કરનાર કોંગ્રેસ તે જ છે જેમણે 1975માં કર્યું હતું.

આત્મહત્યાના જૂના કેસમાં મુંબઇ પોલિસે બુધવારે સવારે રિપબ્લિક ટીવીના ચીફ એડીટર અર્નબ ગોસ્વામી પર કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે અર્નબ ગોસ્વીના નિવાસ પર પહોંચી તેમની ધરપકડ કરી છે. અર્નબ ગોસ્વામીનો મહારાષ્ટ્રની CIDએ 2018માં ઇંટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતા કુમુદ નાઇકની આત્મહત્યાની તપાસ હેઠળ ધરપકડ કરી છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર