ચૂંટણી આવતા આવતા મમતા દીદી પણ જય શ્રીરામ બોલવા લાગશે : અમિત શાહ
પશ્ચિમ બંગાળના ચૂંટણીના રણમાં આજે ગૃહમંત્રી શાહે જંગી સભા ગજવી અને મમતા બેનર્જી પર આકરા હુમલાઓ કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, જય શ્રીરામનો નારો મમતા દીદીની અપમાન લાગે છે. પણ હું તમને ગેરેંટી સાથે કહુ છું કે, ચૂંટણી આવતા આવતા મમતા દીદી પણ જય શ્રીરામ બોલવા લાગશે. એટલું જ નહીં શાહે દીદીને સવાલ કરતા કહ્યું કે શું પાકિસ્તાનમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવશે.
કૂચવિહારમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક હશે અને મમતા બેનર્જી ગુંડાઓના આધારે ચૂંટણી જીતે છે. શાહે કહ્યું, પરીવર્તન યાત્રા મુખ્યમંત્રી, મંત્રી કે ધારાસભ્યને બદલવાની નથી, બંગાળની પરિસ્થિતિને બદલવાની આ યાત્રા છે. શાહે કહ્યું હતું કે, તેઓ (તૃણમૂલ કોંગ્રેસના લોકો) કહે છે કે આપણે પરિવર્તન યાત્રા કેમ કાઢીએ છીએ? હું આજે એમ કહેવા આવ્યો છું કે, કોઈપણ મુખ્યમંત્રીને બદલવાની પરિવર્તન યાત્રા નથી.મ કહેવા આવ્યો છું કે, કોઈપણ મુખ્યમંત્રીને બદલવાની પરિવર્તન યાત્રા નથી.
નોંધનીય છે કે બંગાળમાં જય શ્રી રામના નારાને લઈને મોટો વિવાદ થઈ રહ્યો છે ત્યારે આજે મમતા બેનર્જી પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બંગાળમાં જય શ્રી રામ નહીં બોલીએ તો શું પાકિસ્તાનમાં જઈને બોલીશુ? હું કહું છું કે ચૂંટણી સમાપ્ત થશે ત્યાં સુધી તો મમતા બેનર્જી પણ જય શ્રી રામ બોલવા લાગશે. મમતા બેનર્જી માત્ર એક સમુદાયના વોટ માટે આ બધુ કરે છે પણ તેમણે ભારતના દરેક ધર્મનું સન્માન કરવું જ પડશે.
અમિત શાહે કહ્યું કે મમતા દીદી તમે આ ચૂંટણી નહીં જીતી શકો કારણ કે બંગાળની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન કરીને જ રહીશું. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી હશે કારણ કે ભાજપનો એક એક કાર્યકર્તા લડવા જઈ રહ્યો છે અને આ લડાઈ હવે દીદી જીતી નહીં શકે.
30 , 1