અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત, પાર પડશે આ મહત્વના કામ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 3 અને 4 જુલાઇના રોજ અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો આ પહેલો પ્રવાસ હશે જેમા તેઓ પોતાના ગૃહ રાજ્યની મુલાકાત લેશે.

3 જુલાઇના રોજ ન્કમટેક્સ ખાતે બનેલા બ્રિજનું ઉદઘાટન કરશે, તો સાથે જ પોતાના સંસદીય વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદઘાટન કરશે. અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે 4 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરશે.

બ્રિજની લંબાઇ 805 મીટર છે. ઉસ્માનપુરા બાજુ 4 હજાર ચોરસ મીટર જ્યારે આકાશવાણી તરફ 1 હજાર ચોરસ મીટર પાર્કિંગ વ્યવસ્થા છે. બ્રિજની નીચે મુસાફરો માટે અદ્યતન પે-એન્ડ યૂઝ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે.

આ બ્રિજનો અંદાજિત ખર્ચ 58 કરોડ થયો છે. આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રેસ ટીયર કેપ સ્ટ્રક્ચરની અદ્યતન ટેકનોલોજીથી બનેલો છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી