September 19, 2021
September 19, 2021

અમિત શાહ આજે રાતે આવશે ગુજરાત

કાલે થશે મુખ્યમંત્રીની જાહેરાત, આ નામ રેસમાં….

ગુજરાતમાં વિજય રુપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપતા રાજયના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. આ સ્થિતિ વચ્ચે ભાજપનાં ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. આજે રાતે અમિત શાહ ગુજરાત આવશે. અમિત શાહની ગુજરાત મુલાકાતમાં આગામી 24 કલાકમાં જ ગુજરાતનાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અમિત શાહ ગુજરાતનાં દિગ્ગજ નેતા છે ત્યારે અમિત શાહ જે નામ પર અંતિમ નિર્ણય લે તેની સામે કોઈ ભાજપ નેતા વાંધો પણ ન ઉઠાવે તે મુખ્ય કારણ છે.

કમલમમાં જે ચર્ચા ચાલી રહી છે ત્યારે નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.

આગામી મુખ્યમંત્રી પાટીદર હશે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી નવા કોણ હશે તે મુદ્દે ગોરધન ઝડફિયા અને બીજુ નામ મનસુખભાઇ માંડવિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત નીતિન પટેલ છે.

ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.

નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.

 73 ,  2