અમિત શાહે આજે આપશે ગાંધીનગરને 49 કરોડની ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ દિવસોમાં ચૂંટણીના રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અવારનવાર રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહ બુધવારે ગુજરાતમાં તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. નોંધનીય છે કે, કે આ કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે.

અમિત શાહના કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં રૂ. 49.36 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તો મંગળવારે શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પ્રાર્થના કરી હતી. આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગરૂપે શાહ ઉત્તર પ્રદેશમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી