પાંચ લાખ મતોથી જીતશે અમિત શાહ, જાણો કેવી રીતે…

ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકીની એક ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ અમિત શાહ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવાના છે. ગાંધીનગરની આ બેઠક પરથી ભાજપના સિનિયર નેતા એલ.કે અડવાણી સતત જીતતા આવ્યા છે. આ વખતે તેમણે ફરીથી ટીકિટ આપવામાં આવી નથી. અડવાણીના સ્થાને અમિત શાહને ટીકિટ આપવામાં આવી છે.

2014ની ચૂંટણીમાં અડવાણી 4.83 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા. કુલ 11 લાખ મતદારોમાંથી મતદાન થયુ હતુ. અડવાણીને 7.73 લાખ અને કોંગ્રેસના કીરિટ પટેલને 2.90 લાખ મતો મળ્યા હતા. હવે જ્યારે અડવાણી મેદનામાં નથી અને કેન્દ્રના મંત્રી પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે અડવાણીની જીત અમિત શાહને આભારી હતી. અડવાણી તો રાષ્ટ્રીય પ્રવાસ કરતા હતા બુથ મેનેજમેન્ટની જવાબદારી અમિત શાહ સંભાળતા હતા.

રાજકિય રીતે જોઇએ તો હવે જ્યારે બુથ મેનેજર પોતે જ ઉમેદવાર છે ત્યારે અમિત શાહે અડવાણી કરતા વધુ મતોથી સરસાઇથી જીતવું પડે. અજવાણીને ગઇ વખતે 4.83 લાખ મતો મળ્યા તો અમિત શાહે તેના કરતા વધારે એટલે કે, 5 લાખ અને તેથી વધુ મતોથી જીતવું પડે. રાષ્ટ્રીય નેતા તરીકે અમિત શાહ પણ ચૂંટણી પ્રવાસમાં સતત વ્યસ્ત રહેવાના છે ત્યારે તેમના મત વિસ્તારનું બુથ મેનેજમેન્ટ કોણ સંભાળશે ?

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી