હું કાશ્મીરના યુવાનો સાથે મિત્રતા કરવા આવ્યો છું : અમિત શાહ

‘કાશ્મીરમાં લોકશાહી 70 વર્ષથી પરિવારવાદની પકડમાં હતી..’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રણ દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર અહીં પહોંચેલા ગૃહમંત્રીએ 5 ઓગસ્ટ 2019ના નિર્ણયના ફાયદા ગણાવ્યા અને કહ્યુ કે, તેને સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. શાહે કહ્યુ કે, ત્યારબાદ કાશ્મીરમાં આતંકવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનો ખાતમો થયો અને નવી શરૂઆત થઈ છે. 

અમિત શાહે કહ્યુ, ‘જમ્મુ-કાશ્મીરની શાંતિમાં ખલલ નાખવા ઈચ્છે છે, તેનો અમે મજબૂતીથી સામનો કરીશું. આ જે વિકાસની યાત્રાની શરૂઆત થઈ છે તેમાં કોઈ વિઘ્ન ન નાખી શકે. આ અમારી પ્રતિબદ્ધતા છે. આતંકવાદથી જ્યાં 40 હજાર લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિક, સામાન્ય નાગરિક અને આતંકવાદી સામેલ છે. ગુંડાગીરી અને વિકાસ એક સાથે થઈ શકે છે શું? ક્યારેય નહીં. વિકાસની પ્રથમ શરત શાંતિ છે. કોણ તેને કાઢી શકે છે. સરકાર કાઢી શકે છે શું? ના ભાઈ ના. સરકાર પ્રયાસ કરી શકે છે, ગુંડાગીરી કાઝવાનું કામ યુથ ક્લબના 45 હજાર યુવાઓએ આ કરવાનું છે. તમારે શાંતિ દૂત બનીને યુવાનોને સમજાવવાનું છે કે આ રસ્તો યોગ્ય નથી.’

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, “કાશ્મીરના યુવાનોને તક મળવી જોઈએ, તેથી યોગ્ય સીમાંકન થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. મેં દેશના સંસદમાં આ જ રોડમેપ મૂક્યો છે. હું કાશ્મીરના યુવાનો સાથે મિત્રતા કરવા આવ્યો છું.”

‘5 ઓગસ્ટ, 2019નો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે’
તેમણે કહ્યું હતું કે, “5 ઓગસ્ટ, 2019 જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આ દિવસે જ જમ્મુ-કાશ્મીરમાં નવી શરૂઆત થઈ હતી. અહીં દેહશત, આતંકવાદ, ભય, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો અંત આવ્યો અને શાંતિ, વિકાસ, સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો.

” કેન્દ્રીય ગૃહમંત્રીએ કાશ્મીરના યુવાનોને ખાતરી આપી હતી કે, જે પણ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અહીં શરૂ થયેલી વિકાસની યાત્રામાં કોઈ અવરોધ પેદા કરી શકશે નહીં.

અમિત શાહની ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા, નાગરિકો, સૈન્ય, અર્ધલશ્કરી દળો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી અને ઘુસણખોરી વિરોધી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી