રાષ્ટ્રીય નેતાની છાજે એ રીતે અમિત શાહનો રોડ શો દમદાર રીતે યોજાયો

સત્તા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી પત્ર ભરવા જાય ત્યારે જે રીતે તેઓ રંગારંગ કાર્યક્રમો વચ્ચે ઉમેદવારી નોંધાવવા ન્નીકાલે તે મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મેગા ઇવેન્ટ સમારોહ રોડ શોનું આયોજન કર્યું એટલું જ નહીં NDAના સાથી પક્ષોના નેતાઓને પણ હાજર રાખ્યા જેમાં શિવસેના, લોજપા અને શિરોમણી અકાલી દળના નતોમાં અનુક્રમે ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન અને પ્રકાશ સિંગ બદલ ખાસ હાજર રહ્યા તો ભાજપ માંથી મોદી સરકારમાં નંબર 2 ગણાતા રાજનાથ સિંહ અને નીતિન ગડકરી પણ ખાસ હાજર રહ્યા તે તેમની સફળતા દર્શાવે છે.

અમદવાદમાં જાણે કે અગાઉ નરેન્દ્ર મોદીના આવા જ કાર્યક્રમનો રંગારંગ રોડ શો યોજાતો હતો તેની પણ ભાજપના કાર્યકરોને યાદ આવી. સમાજના વિવિધ વર્ગો, સાધુ-સંતો, અગ્રણીઓ વગેરે હાજર રહ્યા અને અમિત શાહને વિજય ભવના આશિર્વાદ આપ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાની સહિત મંત્રી મંડળના સભ્યો પણ હાજર રહ્યા અને સર્વગ્રાહી રીતે જોઈએ તો અમિત શાહ દ્વારા ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને એક મેગા ઇવેન્ટ સમાન બનાવીને મતદારોને આકર્ષિત કરવાનું સફળ પ્રયાસ પણ થયું.

ઢોલ, નગારા, રંગચાવ, આદિવાસીઓ દ્વારા નૃત્ય, યુવાનો દ્વારા રાસ ગરબા અને DJના તાલે નાચગાન વગેરે યોજીને રોડ શોને સફળ બનાવવામાં આવ્યો છે. અમિત શાહ ગાંધીનગર બેઠક 5 લાખ કરતા વધુ મતોની સરસાઈથી જીતશે તેમાં કોઈ બે મત નથી.

શિવશેનાના ઠાકરેએ હાજર રહીને શંદેસો આપ્યો કે તેમણે કોઈ મનભેદ કે મતભેદ નથી. જયારે પાસવાને પણ ભાજપ સાથેના સંબધો વધારે ગાઢ કરતા કહ્યું કે, આ વખતે NDA ગઈ વખત કરતા વધારે બેઠકો જીતશે.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી