અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ચૂંટણી પહેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓને બળ આપશે

શાહ હોદ્દેદારો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને બેઠક કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પારિવારિક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દિવસના રોકાણ દરમિયાન રાજકીય ચર્ચાઓ પણ થઈ શકે છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં ટિકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. આ ઉપરાંત પાર્ટીમાં ટિકિટોને લઈ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે આ મુદ્દે શાહ પ્રદેશના નેતાઓ પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.

આજે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી શકે છે. તો આવતી કાલથી ભાજપની જિલ્લા તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થવાની છે. જેમાં તેઓ હાજરી આપી શકે છે. હાલ ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમિત શાહની અચાનકની આ મુલાકાત અંગે ઘણુ બધુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ કેટલાક પ્રસંગોએ ગુજરાત આવતા હોય છે. ત્યારે ચૂંટણી સમયે તેમનું ગુજરાતમાં આગમન અનેક બાબતો પર સૂચવે છે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં હાલ ચૂંટણીને લઈને નારાજગીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે અમિત શાહની હાજરી ઉમેદવારો તથા કાર્યકરોને નવુ બળ પૂરુ પાડી શકે છે. 

 358 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર