ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેકમાં ચમકશે આ જોડી, પહેલીવાર દેખાશે સાથે

ફિલ્મરસિકો માટે ખુશખબર છે. બોલીવુડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ રહેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ ની રીમેક બનવા જઈ રહી છે.

રોહિત શેટ્ટી અને ફરાહ ખાન મળીને આ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.

પહેલા સમાચાર આવ્યા હતા કે સત્તે પે સત્તામાં અમિતાભ બચ્ચનની ભૂમિકા માટે શાહરૂખખાન અને હેમામાલિનીની ભૂમિકા માટે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી છે. પરંતુ આ વિચાર બદલી હવે અમિતાભ બચ્ચનની ભૂમિકા હ્રીતિક રોશન અને હેમામાલિનીની ભૂમિકા માટે દીપિકા પાદુકોણેને સાઈન કરવામાં આવ્યા છે. આ ફિલ્મ સાથે પહેલીવાર દર્શકોને મોટા પડદા પર હ્રીતિક અને દીપિકાની જોડી જોવા મળશે.

દિપિકા અને રિતિક રોશન પહેલા પણ અનેક વખત સાથે કામ કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. હવે તેમની ઇચ્છા વાસ્તવિકતામાં બદલાઇ રહી છે. તેમનુ કહેવુ છે કે આ બંને કલાકારો વધારે ફિટ લાગે છે. ફરાહ ખાને દિપિકાને પટકથા સંભળાવી ત્યારે તે ખુબ ખુશ થઇ ગઇ હતી અને તરત રોલ કરવા માટે રાજી થઇ ગઇ હતી. ફરાહની સાથે દિપિકાની ત્રીજી અને ચેન્નાઇ એક્સપ્રેસ બાદ રોહિતની દિપિકા સાથે બીજી ફિલ્મ ગણાશે.

 32 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી