જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે સુરક્ષા દળો પર કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચને સહાય આપી હતી, પુલવામા હુમલામાં શહીદ 49 જવાનોના પરિવારને આપેલા વચનને અમિતાભ બચ્ચને પૂર્ણ કર્યું હતું, અમિતાભ બચ્ચને 13 જૂનના રોજ પુલવામા હુમલામાં શહીદ 49 જવાનોના પરિવારને ૫-૫ લાખ રૂપિયા આપ્યા હતાં. આ કાર્યક્રમમાં સીઆરપીએફના સીનિયર અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે , ‘અન્ય એક વચન પૂરું કર્યું. પુલવામા હુમલામાં જે બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો તેમના પરિવાર તથા પત્નીઓને આર્થિક રીતે મદદ કરી..સાચા શહીદ.’ વધુમાં શહેંશાહે કહ્યું કે, ‘તેઓ ઉદાસ થઈને આવ્યા, તેમના ચહેરા પર જીવનની નિરર્થકતા હતી. તેમણે પોતાનાને ગુમાવ્યા હતા. પતિ, દીકરો, કેટલીક મહિલાઓ પોતાના સંતાનો સાથે આવી, કેટલીક માતા બનવાની છે. આ તે બહાદુર જવાનોનો પરિવાર છે, જેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો.’
ઉલ્લેખનીય છે કે બીગ બીએ ગયા વર્ષે ઉત્તર પ્રદેશના એક હજાર ખેડૂતોની લોન ભરપાઈ કરી હતી.
40 , 1