‘ગુલાબો સિતાબો’માં Big Bનો અજબ લૂક ગજબ સ્ટોરી…!

બોલિવૂડમાં બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગની શરૂઆત લખનૌમાં કરવામાં આવી રહી છે. ગુલાબો સિતાબો નામની આ ફિલ્મ માટે અમિતાભે અલગ જ લૂક અપનાવ્યો છે જે નીચે પ્રમાણે છે.

અમિતાભ બચ્ચન સુજિત સરકરાની અપકમિંગ ફિલ્મમાં એક મુસલિમ વૃદ્ધનું પાત્ર ભજવતા નજર આવશે. આ પાત્રમાં તેમનું નાક પ્રોસ્થેટિક મેકઅપથી જાડુ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે ‘ગુલાબો સિતાબો’. ફિલ્મમાં તેમનું પાત્ર વારંવાર ખોટુ બોલનારા વ્યક્તિનું છે

સુજીત સરકરાનાં ડિરેક્શનમાં બનનારી ‘ગલાબો સિતાબો’ 24 એપ્રિલ, 2020નાં રોજ રિલીઝ થઇ જશે. લાંબી દાઢી અને દાઢીમાં ચોટલી કરેલાં બિગ બી જોવા મળે છે. ‘ચહેરે’નો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ‘ચહેરે’ ફિલ્મમાં તેમની સાથે ઇમરાન હાશ્મી સ્ક્રિન શેર કરતો જોવા મળશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી