અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોની ચુકવી લોન, વધુ એક મદદનું આપ્યું વચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન બિહારના 2 હજારથી વધારે ખેડૂતોની લોન ચુકવી દીધી છે. આ વાતની જાણકારી એમને પોતાના બ્લોગ દ્વારા આપી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ.

તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ. અત્રે જણાવવાનું કે અમિતાભ આ અગાઉ પણ ખેડૂતોની મદદ કરતા આવ્યાં છે.

જણાવી દઇએ કે ‘જનક’ અમિતાભના બંગલાનું નામ છે. આ પહેલા બિગ બી એ લખ્યું હતું, ‘આ એ લોકો માટે ભેટ છે જે લોનની ચુકવણી કરવામાં અસમર્થ છે. એ હવે બિહાર રાજ્યથી હશે.’

આ પહેલીવાર નથી કે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશના 1000 ખેડૂતોની લોન ચૂકવી હતી. ઉપરાંત તેમણે આગળ બ્લોગમાં લખ્યું હતું કે, ‘આવતીકાલે બીજો એક વાયદો પૂરો કરવાનો છે. પુલવામા હુમલામાં જે બહાદુર લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર અને પત્નીઓને એક નાનકડી આર્થિક મદદ. તેઓ સાચા શહીદ છે.’

 16 ,  1