અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેકઃ ‘લવ યુ પાકિસ્તાન’ લખ્યું

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર હેન્ડર સોમવારે હેક થઇ ગયું હતું. હેકર્સે તેમનો ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ પર ફોટો પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો લગાવી દીધો હતો.

આ સિવાય એકાઉન્ટની Bio પણ બદલી નાખવામાં આવી હતી. જેમાં લવ પાકિસ્તાન લખ્યું હતું. જોકે આ સ્પષ્ટ નથી થઇ શક્યું કે બિગ બીના ટ્વિટર હેન્ડલને હેક કોણે કર્યું. પરંતુ તેની પાછળ પાકિસ્તાન સમર્થિત હેકર્સનો હાથ હોઇ શકે છે.

મહત્વનું છે કે, આ પ્રકારે અમિતાભનું એકાઉન્ટ હેક થતા ચર્ચા જાગી છે. ત્યારે આ મામલે તપાસ કરવામાં આવશે કે કોના દ્વારા આ હેક કરવામાં આવ્યું હતું.
એવું કહેવાય છે કે, ટ્વીટર એકાઉન્ટ તુર્કીમાંથી કોઈ એક ગ્રુપે હેક કર્યું છે, જે પાકિસ્તાનને સમર્થન કરે છે.

મુંબઈ પોલીસે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે સાયબર યુનિટ અને મહારાષ્ટ્રના સાયબર સેલને બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ હેક થયા અંગેની જાણ કરી છે. તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.’

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર