અમિતભાઈ શાહના જન્મદિવસે ભાજપ દ્વારા મહાઆરતી યોજાઈ

અંબાજી મંદિરના ચોકમાં પૂર્વ અને વર્તમાન મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ 22 ઓક્ટોબરના દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતના પનોતા પુત્ર કર્ણાવતી મહાનગરના રહેવાસી અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિતભાઈ પી શાહની પ્રેરક ઉપસ્થિતિમાં, પુર્વ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, પુર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને કર્ણાવતીના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, સાંસદ નરહરી ભાઈ અમીન, કર્ણાવતી મહાનગરના તમામ ધારાસભ્યઓ, કર્ણાવતી મહાનગરના પ્રશિક્ષણાર્થીશ્નીઓ, મહાનગરના કાઉન્સિલરઓ, મહાનગરના પદાધિકારીઓ, મહાનગરના મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, મહાનગરના વિવિધ સેલના સંયોજકશ્રીઓએ અંબાજી મુકામે અંબાજી માતાના મંદિરના ચાચર ચોકમાં મહા આરતી કરીને આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના 58માં જન્મદિવસ નિમિત્તે ધ્વજા, “મા અંબાને” સાડી વસ્ત્ર અને 58 કિલોના રાજભોગના પ્રસાદ અર્પણ કર્યા હતા.

આજના આ પ્રસંગે મીડિયાના મિત્રોને સંબોધતા ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે કર્ણાવતી મહાનગરના પ્રશિક્ષણવર્ગની શુભ શરૂઆત અંબાજી ખાતે થઈ છે. આ પ્રશિક્ષણ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ છે. અપેક્ષિત શ્રેણીના ૪૦૦થી વધુ કાર્યકર્તાઓ,પદાધિકારીઓ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લઇ રહ્યા છે. ત્રિદિવસીય ચાલનાર પ્રશિક્ષણ વર્ગમાં ૧૫ જેટલા સત્રમાં જુદા જુદા વિષયો પર પ્રબુદ્ધ વક્તાશ્રી માર્ગદર્શન આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સો કરોડ કોરોના વેક્સિનનો આંક દેશે પાર કરી દીધો છે તે બદલ વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નીરોગી રહી આવી જ રીતે દેશ સેવામાં જોતરાયેલા રહે તે માટે કર્ણાવતી મહાનગરના તમામ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,કાઉન્સિલરશ્રી ઓ,પદાધિકારીઓ એ મહા આરતી કરીને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી