45 ડિગ્રી ગરમીમાં યુવકને થાંભલે બાંધી ફટકાર્યો, વચ્ચે પડેલી માતાને પણ ઇજા

બનાસકાંઠામાં સામાજિક સમરસતાના માહોલને બગાડતી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના ઝાબા ગામે એક યુવાનને થાંભલા સાથે બાંધી ફટકારવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આદિવાસી પરિવારે જૂની અદાવત રાખી ચાર શખ્સોએ કૌટુંબિક યુવકને થાંભલે બાંધી દીધો હતો અને પછી બેફામ માર મારવામાં આવ્યો હતો. ઝાબા ગામના ચાર શખ્સો ધનાભાઈ કાળાભાઈ વાસીયા, રણછોડભાઈ ચેલાભાઈ વાસીયા, ફતાભાઈ ખીમાભાઈ વાસીયા અને આશાભાઈ વાધાભાઈ વાસીયાએ જૂની અદાવતમાં પનાભાઈ વાસીયા નામના યુવકને લોખંડના થાંભલા સાથે બાંધી લાકડીઓ વડે માર માર્યો હતો.

અમીરગઢ પોલીસે ઝાબા ગામે યુવાનને થાંભલા સાથે બાંધીને મારપીટ કરવાના ગુન્હામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર