જમ્મુ-કાશ્મીર : નૌગામમાં આતંકી અથડામણ….

નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો

આતંકીઓનો ગઢ ગણાતા જમ્મુ અને કાશ્મીરમાં અવારનવાર આતંકીહુમલાઓ થતા રહે છે .આ હુમલાઓ જીવલેણ સાબિત થતા હોય છે .ક્યારેક આ હુમલાઓમાં આપણા જવાનો શહીદ થતા હોય છે તો ક્યારેક આતંકવાદી સમુદાયના આતંકીઓ માર્યા જતા હોય છે .

મળતી માહિતી મુજબ ,જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે. કહેવાય છે કે, નૌગામના વગૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું.

નોંધનીય છે કે ,આતંકીઓની સામે સુરક્ષાદળોએ આ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ છે. આ વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ,જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને કાર્યવાહી કરતા ઓપરેશન શરૂ કર્યું. જેમાં ફાયરિંગ દરમિયાન એક આતંકીને મારવામાં આવ્યો છે .

વિગતોમાં ,સુરક્ષાદળોએ જ્યારે વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું તો છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળો પણ જવાબી કાર્યવાહી કરી. વધુમાં ,એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ તરફથી જોઈન્ટ ઓપરેશન ચાલુ છે.

 44 ,  1