અમરાઈવાડીના PI કે.એ. ડામોરને બરતરફ કરવામાં આવ્યા..

મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI કે. એ. ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના એક કેસમાં PI સામે વિભાગીય પૂછપરછ ચાલી રહી હતી. જેમાં PI સામે નશાની હાલતમાં એક મહિલા પત્રકારને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. તો આ કેસમાં ઇન્કવારી તપાસમાં DG દ્વારા PI કે. એ. ડામોર સામે પુરાવા મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હવે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI તરીકેનો ચાર્જ જાસમીન રોઝીયાને સોંપવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મળેલા અહેવાલ પ્રમાણે આ PI એકે ડામોર અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતો હતો. ત્યારે તરણેતરના મેળામાં બંદોબસ્તમાં ફરજ તેને સોંપાઇ હતી. તો આ દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરીને ડામોર ચોટીલા જવા નીકળ્યા હતા. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર પીઆઇ દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈને નીકળ્યા હતા.

આ દરમિયાન જ રસ્તામાં મહિલા પત્રકાર તરણેતર મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરી રહી હતી. ત્યારે મહિલાએ પીધેલા ડામોરની ઓવરટેક કરી હતી. બાદમાં પીઆઈએ પિત્તો ગુમાવ્યો હતો. અને પોતાની ગાડી ઓવરટેક કરીને યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું. આ હરકત બાદ ડામોર ભાગી ગયા હતા. તેમ છતાં પત્રકાર યુવતીએ હિંમતથી તેનો પીછો કર્યો અને એની જાણ કંટ્રોલને કરી હતી. તો મહિલાને ચોટીલા પોલીસ સ્ટેશનમાં જઈ જઈ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન ઘટના બાદનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની વાત સામે આવી છે. અહેવાલ પ્રમાણે PI ડામોરે યુવતી અને તેના સાથી પર હાથ ઉપાડ્યાની વાત પણ સામે આવી હતી. તો લાફો માર્યા બાદ મામલો ગરમાયો હતો. અને મહિલા અને એમની ટીમ આ ઘટનાથી રોષે ભરાયા હતા. જ્યારે PI ને લાગ્યું કે નશામાં કંઇક ખોટું કરી દીધું છે ત્યારે ડામોર હાથ જોડીને માફી માંગવા લાગ્યા હતા. દરમિયાનમાં મહિલા પત્રકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોડીને આ પીઆઇની ફરિયાદ કરી હતી. મહિલા પત્રકાર દ્રારા મળેલી ગંભીર ફરિયાદની તપાસ શરૂ થઇ હતી. અને તપાસમાં તથ્ય જણાતા તેમણે ફરજમાં ગેરસિસ્ત આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 94 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી