પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર, જુઓ Video

કોંગ્રેસ કમિટીએ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતમાં 4 ઉમેદવારોનાં નામ પસંદ કર્યા છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીથી ચૂંટણી લડશે, જ્યારે ગાંધીનગર સીટ પરથી સી.જે.ચાવડા અને જામનગરથી મૂળુ કંડોરિયા ચૂંટણી લડશે. તો સુરેન્દ્રનગરથી ગાંડા પટેલ, અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગીતાબેન પટેલને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ, અમરેલી બેઠક પર નામની જાહેરાતને લઇ ઘણી અટકળો ચાલી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એ બેઠક પર ગુજરાત વિધાસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ નક્કી છે. જો કે ખુદ પરેશ ધાનાણીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ અમરેલી બેઠક પરથી લોકોસભાની ચૂંટણી લડી રહ્યા છે.

અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો મુકાબલો ભાજપના ઉમેદવાર નારાણ કાછડિયા સાથે થશે. નારાણ કાછડિયા હાલ અમરેલી બેઠક પરથી સાંસદ છે. ભાજપે તેમને રિપિટ કર્યા છે.

 40 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર